જાેસ બટલર આઈપીએલમાં સૌથી સફળ સદી ફટકાવનાર બેટ્સમેનોની લિસ્ટમાં ત્રીજા સ્થાને
રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન જાેસ બટલર આઈપીએલ ૨૦૨૪માં પહેલી ૩ મેચમાં સંધર્ષ કરતો જાેવા મળ્યો હતો, પરંતુ શનિવારના રોજ જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સદી ફટકારી હતી. આઈપીએલ ૨૦૨૪ની આ બીજી સદી હતી. કારણ કે, આ પહેલા બેગ્લુરુંના વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પરંતુ બટલરની સદીથી રાજસ્થાન રોયલ્સને મોટી જીત મળી છે.
જાેસ બટલરે સદી ફટકારતા જ સેલિબ્રેશન શિમરોન હેટમાયરનું જાેવા જેવું હતુ. ૧૯મી ઓવરના પહેલા બોલ પર જાેસ બટલરે બેટ ચલાવ્યું જે ૯૪ રન બનાવી રમી રહ્યો હતો. તેમજ ટીમને જીત અપાવવા માટે રનની પણ જરુર હતી. તેમજ બટલરને સદી પુરી કરવા માટે ૬ રનની જરુર હતી. બટલરે બેટ ચલાવ્યું અને સિક્સ ફટકારી હતી. શિમરોન હેટમાયર રન માટે દોડી ગયો હતો પરંતુ પાછળ ફરીને જાેયું તો તે સિક્સ હતી. જેવી તેને ખબર પડી તો તે ઝુમી ઉઠ્યો હતો. જાેસ બટલરે ૫૮ બોલમાં ૯ ચોગ્ગા અને ૪ સિક્સ ફટકારી પોતાની સદી પુરી કરી હતી.
જે આઈપીએલના કરિયરમાં છઠ્ઠી સદી હતી. તે આઈપીએલમાં સૌથી સફળ સદી ફટકાવનાર બેટ્સમેનોની લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલીએ આઈપીએલમાં શનિવારે ૮મી સદી ફટકારી હતી. ૬ સિક્સ ક્રિસ ગેલ આઈપીએલમાં ફટકારી છે. હવે બટલર પાસે તેનો રેકોર્ડ તોડવાની તક હશે. કારણ કે, આઈપીએલ ૨૦૨૪માં હજુ ૧૦ મેચ રમવાની હશે. જાે પ્લેઓફમાં ટીમ પહોંચી જાય છે તે વધુ મેચ રમવાની તક મળશે. રાજસ્થાન રોયલ્સે આઈપીએલ ૨૦૨૪ની ૧૯મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હાર આપી સીઝનની ચોથી જીત મેળવી લીધી છે.

