Sports

બીજી વન-ડેમાં અફઘાન સામે શ્રીલંકાનો ૧૫૫ રને વિજય

પલેકલ
અફઘાનિસ્તાનનો બીજી વન-ડેમાં પણ શ્રીલંકા સામે રકાસ જાેવા મળ્યો. શ્રીલંકાના ૩૦૯ રનના ટારગેટના જવાબમાં અફઘાન ટીમ ૧૫૩ રનમાં સમેટાઈ જતા યજમાન ટીમની ૧૫૫ રને જીત થઈ હતી. આ સાથે જ શ્રીલંકાએ શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાએ ચરિથ અસાલંકાના અણનમ ૯૭ રન તથા કેપ્ન્‌ટ સુકસ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા અને જાનિક લિયાનાગેની અડધી સદીની મદદથી ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૮ રન નોંધાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગમાં ફ્લોપ શો જાેવા મળ્યો હતો. ઝદરાન (૫૪) અને રહમત શાહ (૬૩)ની ફિફ્ટીને બાદ કરતા અન્ય કોઈ બેટ્‌સમેન બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યો નહતો અને સમગ્ર ટીમ ૩૩.૫ ઓવરમાં ૧૫૪ રનમાં જ ફસડાઈ હતી.

હસરંગાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. પ્રારંભમાં ઝડપી બે વિકેટ ગુમાવવા છતાં કેપ્ટન કુસલ મેન્ડિસે ૬૫ બોલમાં ૬૧ રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમીને સ્થિરતા અપાવી હતી. સદીરા સમરવિક્રમાએ ૬૧ બોલમાં ૫૨ રન નોંધાવતા ત્રીજી વિકેટ માટે ૧૦૩ રનની પાર્ટનરશિપ કરી હતી. ચરિથ અસાલંકાએ ૭૪ બોલમાં ઝંઝાવાતી ૯૭ રનની અણનમ ઈનિંગ્સ રમીને મજબૂત સ્કોર ખડો કરવામાં યોગદાન આપ્યું હતું. અસાલંકાએ નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટાકર્યા હતા. જાનિથ લિયાનાગેના ૫૦ રન સાથે સ્કોર ૩૦૦ને પાર પહોંચ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી હઝરતુલ્લાહ ઓમરઝઈએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *