Sports

સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન અમેરિકન ગૈમ્બિટ્‌સ ટીમનો સહ માલિક બની ગયો

રવિચંદ્રન અશ્વિનની ગણતરી દુનિયાના સ્ટાર સ્પિનર્સમાં થાય છે. તેમણે પોતાના દમ પર ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ક્રિકેટ સિવાય હવે અન્ય રમતમાં પણ અલગ અલગ લીગની શરુઆત થઈ ચૂકી છે. શતરંજની રમતને લોકપ્રિય બનાવવા માટે ગ્લોબલ ચેસ લીગની શરુઆત થઈ ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આ લીગમાં ભાગ લઈ રહેલી એક ટીમ પર પૈસાનો વરસાદ કર્યો છે અશ્વિન અમેરિકન ગૈમ્બિટ્‌સ ટીમનો સહ માલિક બની ગયો છે. જે આ લીગના બીજા તબક્કામાં ભાગ લેનારી નવી ટીમ છે. અમેરિકન ગૈમ્બિટ્‌સે ચિગારી ગ્લફ ટાઈટન્સને રિપ્લેસ કરી છે.

પીટીઆઈ દ્વારા જાહેર કરાયેલ મીડિયા રિલીઝમાં અશ્વિને કહ્યું કે, અમેરિકન ગેમ્બિટ્‌સ ટીમ ભાગ લેશે, જે બીજી સિઝનમાં ભાગ લેનારી સૌથી નવી ટીમ છે. ય્ઝ્રન્એ ટેક મહિન્દ્રા અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સંયુક્ત માલિકીની લીગ છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રાચુર પીપી, વેંકટ કે નારાયણ અને અશ્વિનની માલિકીની અમેરિકન ગેમ્બિટ્‌સ ટુર્નામેન્ટમાં ચિનગારી ગલ્ફ ટાઇટન્સનું સ્થાન લેશે. લીગની બીજી સિઝન ૩ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન લંડનમાં રમાશે. તમામ મેચ લંડન ફ્રેન્ડસ હાઉસમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ૬ ટીમ ભાગ લેશે.

ક્રિકેટની વાત કરીએ તો અશ્વિન હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ ૨૦૨૪માં ભાગ લઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં તે ડિંડીગુલ ડ્રેગંગસ ટીમની કમાન સંભાળી રહ્યો છે. ઈવેન્ટમાં તેની ટીમ પોતાના અભિયાનની શરુઆત ત્રિચી ગ્રૈન્ડ ચોલસ વિરુદ્ધ કરી અને ૧૬ રનથી જીત મેળવી હતી.અશ્વિને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ ૨૦૨૩માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. આ ટેસ્ટ સીરિઝમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો, તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. અશ્વિને ૧૦ ઈનિગ્સમાં ૨૬ વિકેટ લીધી હતી. અશ્વિન સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ૨ ટેસ્ટ મેચની સીરિઝ દ્વારા ફરી ભારતીય ટીમમાં વાપસી કરશે. જેની શરુઆત ૧૯ સપ્ટેમ્બરથી શરુ થનારી મેચથી થશે.