Sports

ભારતની ૧૫ સભ્યોની ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ૫મી ્‌૨૦ માટે સૂર્યા કેપ્ટન, પંત વાઇસ-કેપ્ટન

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ ઘણી ઘરઆંગણે અને વિદેશી શ્રેણીઓ રમવાની છે. આના સંદર્ભમાં ભારતે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકા સાથે ૨ ટેસ્ટ, ૩ વનડે અને ૫ મેચની ટી-૨૦ શ્રેણી રમવાની છે. ચાલો જાણીએ આ શ્રેણી માટે ટીમની ટીમ શું હોઈ શકે છે- હાલમાં ભારતીય ્‌૨૦ ટીમના સુકાની સૂર્યકુમાર યાદવને ડિસેમ્બર ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકા સામે ૫ મેચની ્‌૨૦ શ્રેણીનો કેપ્ટન બનાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતે દક્ષિણ આફ્રિકા સાથે ૪ મેચની ્‌૨૦ શ્રેણી રમી હતી જેમાં ભારતે આફ્રિકન ટીમને ૩-૧થી હરાવ્યું હતું. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ભારતનો સુકાની હતો. ્‌૨૦માં રોહિત શર્માના નિવૃત્તિ બાદ સૂર્યાને ્‌૨૦નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાે સૂર્યાની કેપ્ટનશીપની વાત કરીએ તો સૂર્યાએ ટી૨૦માં ૧૭ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ભારતે ૧૩ મેચ જીતી છે અને માત્ર ૩ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાના યુવા બેટ્‌સમેન શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની આ શ્રેણીમાં વાપસી કરવાની તક મળી શકે છે. જાે શુભમન આ સીરીઝમાં વાપસી કરે છે તો તેને સીરીઝનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે શુભમન ગિલને શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝમાં ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શુભમને ઘણી મેચોમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. શુભમને ઝિમ્બાબ્વે સામેની ટી-૨૦ શ્રેણીમાં ભારતની કપ્તાની સંભાળી હતી જેમાં ભારતે ૪-૧થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઈલેવન કઈક આ પ્રકારે છે, જેમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, અભિષેક શર્મા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, મયંક યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ નો સમાવેશ કરેલ છે.