Sports

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૨૯૫ રનથી હરાવ્યું

૫ ટેસ્ટ મેચની શ્રેણીની શાનદાર શરૂઆત કરી

ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડવાનું કોઈએ ટીમ ઈન્ડિયા પાસેથી શીખવું જાેઈએ. ઓસ્ટ્રેલિયાના અભેદ્ય કિલ્લાઓને ભેદવાનું કોઈએ ટીમ ઈન્ડિયા પાસેથી શીખવું જાેઈએ. ચાર વર્ષ પહેલા ગબ્બાના ગૌરવને તોડ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ પર્થમાં ઓસ્ટ્રેલિયાના ગૌરવને ચકનાચૂર કરી દીધું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૪ દિવસમાં ૨૯૫ રનના રેકોર્ડ માર્જિનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે ૫ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવીને શાનદાર શરૂઆત કરી છે.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન જસપ્રિત બુમરાહે મેચમાં સૌથી વધુ ૮ વિકેટ ઝડપી હતી. તેના આધારે ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ૫૮૨૧ દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લીધો હતો. આ પહેલા ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાએ આ જ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. તે આ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ હતી. હવે ભારતે ઓસ્ટ્રેલિયા સાથે સ્કોર સેટલ કરી લીધો છે.

આ જીતમાં ટીમ ઈન્ડિયા અને તેના કેપ્ટન જસપ્રિત બુમરાહે ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા. ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી ભારત પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી ચારેય ટેસ્ટ જીતી હતી. આ રીતે ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનો પરફેક્ટ રેકોર્ડ બગાડવામાં આવ્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૨૯૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

આ પહેલા ૧૯૭૭માં ટીમ ઈન્ડિયાએ મેલબોર્નમાં ૨૨૨ રનથી જીત મેળવી હતી. ઉપરાંત, તે સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી મોટી જીત છે. વિદેશી ધરતી પર ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે નોર્થ સાઉન્ડ, વેસ્ટ ઈન્ડિઝમાં પણ ૩૧૮ રનથી અને ગાલે, શ્રીલંકામાં ૩૦૪ રનથી જીત મેળવી હતી. જસપ્રીત બુમરાહે આ મેચમાં ૭૨ રન આપીને ૮ વિકેટ લીધી હતી. વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય કેપ્ટન દ્વારા જીતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો આ નવો રેકોર્ડ છે.

બુમરાહ પર્થમાં ટેસ્ટ મેચ જીતનાર માત્ર બીજાે એશિયન કેપ્ટન બન્યો છે. યોગાનુયોગ, અગાઉનો કેપ્ટન પણ ભારતીય બોલર હતો. અનિલ કુંબલેની કપ્તાની હેઠળ, ભારતે ૨૦૦૮માં ઉછઝ્રછ (પર્થના જૂના સ્ટેડિયમ)માં જીત મેળવી હતી.