Sports

કંપનીને મળ્યો ૧૨૨૫ બસ બનાવવાનો ઓર્ડર, કંપનીના શેરના ભાવમાં વધારો થયો

કોમર્શિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ કંપની અશોક લેલેન્ડને કર્ણાટક સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. અશોક લેલેન્ડને કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ૧૨૨૫ સંપૂર્ણ બિલ્ટ વાઇકિંગ બસોની ડિલિવરી માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. મૂલ્યની દ્રષ્ટિએ ઓર્ડરની કિંમત લગભગ રૂ. ૫૨૨ કરોડ છે. આ સમાચાર વચ્ચે ગુરુવારે અશોક લેલેન્ડના શેરમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે આ શેર ૩ ટકા વધીને રૂ. ૧૭૪.૫૦ના ભાવે પહોંચ્યો હતો. આ શેરનો બંધ ભાવ રૂ. ૧૭૩.૬૫ હતો, જે ૧.૩૪%નો વધારો દર્શાવે છે.

આ ઓર્ડર મુજબ, વાઇકિંગ બસો છૈંજી૧૫૩ ધોરણોનું પાલન કરશે. બસોની ડિઝાઇન મુસાફરો અને ડ્રાઇવર બંને માટે આરામ અને અત્યંત સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. શેનુ અગ્રવાલે, સ્ડ્ઢ અને ઝ્રઈર્ં, અશોક લેલેન્ડ, જણાવ્યું હતું કે, “અમે કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ સાથે અમારું લાંબા સમયથી ચાલતું જાેડાણ ચાલુ રાખીને ખુશ છીએ. આર્થિક વિકાસમાં સ્થાનિક ગતિશીલતા મહત્વની ભૂમિકા ભજવે છે. અમે તકનીકી રીતે અપગ્રેડેડ, કુશળ ઉત્પાદનો વિકસાવવામાં કુશળતા સાથે શ્રેષ્ઠ અનુકૂળ પરિવહન ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તમને જણાવી દઈએ કે હાલમાં અશોક લેલેન્ડ વિશ્વની ચોથી સૌથી મોટી બસ ઉત્પાદક અને ભારતમાં સૌથી મોટી બસ ઉત્પાદક કંપની છે.

બ્રોકરેજ શેરખાને ગયા મહિને એટલે કે ડિસેમ્બરમાં અશોક લેલેન્ડ માટે ટાર્ગેટ કિંમત નક્કી કરી હતી. બ્રોકરેજ અનુસાર આ શેર ૨૨૧ રૂપિયાની કિંમત સુધી જઈ શકે છે. તમને જણાવી દઈએ કે શેરની ૫૨ સપ્તાહની સૌથી ઊંચી સપાટી ૧૯૧ રૂપિયા છે. બ્રોકરેજ અનુસાર, કંપની બસ સેગમેન્ટમાં નવા ઓર્ડર મેળવી રહી છે અને નાણાકીય વર્ષ ૨૪માં સંરક્ષણ વ્યવસાયમાંથી રૂ. ૮૦૦-૧૦૦૦ કરોડની આવકનું લક્ષ્યાંક ધરાવે છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે વર્તમાન મજબૂત સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખીએ છીએ.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *