Sports

વરસાદ તો ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પણ રહેશે

ભારત અને સાઉથ આફ્રિકા ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ફાઈનલ શનિવાર ૨૯ જૂનના રોજ બારબાડોસમાં રમશે. ભારતે ઈંગ્લેન્ડને ટી૨૦ વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે ૬૮ રનથી હાર આપી ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે એ જાણવું જરુરી છે કે, બારબાડોસમાં હવામાન કેવું રહેશે.

શું શનિવારના રોજ વરસાદ પડશે, જાે વરસાદ આવશે તો ર્નિણય કઈ રીતે લેવામાં આવશે. આ જીતના હિરો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ, રોહિત શર્મા, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે ધમાલ કરી હતી, હવે ફાઈનલ માટે ટી૨૦ વર્લ્ડકપમાં ટકરાવવા માટે ભારતીય ટીમ તૈયાર છે.ભારતીય ટીમ લગભગ આઠ મહિનામાં બીજી વખત ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.

ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ફાઈનલમાં પણ વરસાદનું સંકટ જાેવા મળી રહ્યું છે. આ મેચ ૨૯ જૂનના રોજ બારબાડોસમાં રમાશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ દિવસે વરસાદની પુરી શક્યતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકો મેચનું સ્થળ બદલવાની માંગ કરી રહ્યા છે. વેધર રિપોર્ટ અનુસાર બારબાડોસમાં ૨૯ જૂનના રોજ ૯૯ ટકા વાદળછાયું વાતાવરણ જાેવા મળે તેવું અનુમાન છે.

૩૦ જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે ૮ કલાકથી શરુ થશે. જાે વરસાદ આવશે તો સૌથી પહેલા મેચનું પરિણામ માટે અંદાજે ૧૦-૧૦ ઓવરની મેચ રમાશે. ફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, મેચ જ્યાંથી બંધ થઈ છે ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે.જાે બારબાડોસમાં સતત વરસાદ પડશે તો રિઝર્વ ડે પર મેચ નહિ રમાય તો બંન્ને ટીમને સયુંક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.