વિશાખાપટ્ટનમમાં ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચના ચોથા દિવસે કેવિન પીટરસન અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એક-બીજાને ટોન્ટ મારતા જાેવા મળ્યા હતા. અંતે બંને વચ્ચે વાતચીત થઈ અને બંનેએ મઝાકિયા અંદાજમાં વાત પૂરી કરી હતી. પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીનું મજાક ઉડાડ્યુ હતુ. ઝહીરે યુવરાજ સિંહનું નામ લઈને જાેરદાર જવાબ આપ્યો હતો. પીટરસનનું કહેવુ હતુ કે, તેણે ટેસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કર્યો છે અને તેની વિકેટોની લિસ્ટમાં પાકિસ્તાનના કામરાન અકમલનું નામ પણ છે. આ નિવેદન પર ઝહીર ખાને પીટરસનને યુવરાજની ધીમી સ્પિન સામે તેનો સંઘર્ષ યાદ અપાવ્યો હતો. પીટરસન અને ઝહીર ભારત-ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યા હતા. પીટરસને વર્ષ ૨૦૦૭માં ઓવલમાં રમવામાં આવેલી ટેસ્ટમાં ધોનીને ૯૨ રન પર આઉટ કર્યો હતો.
તે વાતચીત દરમિયાન તેની જ ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના વચ્ચે ઓફ -ફીલ્ડ સ્લેઝિંગની ઘટના બની હતી. પીટરસને કહ્યું- તમે જાણો છો કે મારા ખિસ્સામાં બીજું કોણ છે? મહાન મહેન્દ્ર સિંહ ધોની. તે મારા ખિસ્સામાં કામરાન અકમલની બાજુમાં છે. આના પર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે તરત જ જવાબ આપ્યો – તમે જાણો છો કે હું તાજેતરમાં યુવરાજ સિંહને મળ્યો હતો અને તે કેવિન પીટરસન તેના ખિસ્સામાં હોવાની વાત કરી રહ્યો હતો. પીટરસન આ સાંભળીને હસી પડ્યો અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને કટાક્ષ કર્યો કે તે જાણતો હતો કે ઝહીર આવું કહેવા જઈ રહ્યો છે. પીટરસને હસીને કહ્યું- યુવરાજે મને ઘણી વખત આઉટ કર્યો છે.
તેના પર ઝહીરે કહ્યું- મને યાદ છે કે પીટરસને યુવીને ખાસ ઉપનામ આપ્યું હતું. આ વાતચીત બાદ બંને હળવા મૂડમાં વાતચીત કરતા જાેવા મળ્યા હતા. ૪૩ વર્ષીય પીટરસને ઈંગ્લેન્ડ માટે ૧૦૪ ટેસ્ટ, ૧૩૬ ર્ંડ્ઢૈં અને ૩૭ ્૨૦ૈં રમી હતી, જેમાં તેણે અનુક્રમે ૮,૧૮૧ રન, ૪,૪૪૦ રન અને ૧,૧૭૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ ફોર્મેટમાં તેની એવરેજ ૪૭.૨૮, વનડેમાં ૪૦.૭૩ જ્યારે ટી૨૦માં ૧૪૧.૫૧ની સ્ટ્રાઈક રેટ હતી. બોલ વડે તેણે ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ, વનડે મેચમાં સાત વિકેટ અને ટી૨૦ મેચમાં એક વિકેટ ઝડપી હતી.