બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટની ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ કે લુકને કારણે નહીં, પરંતુ એરપોર્ટ પર બનેલી એક વિચિત્ર ઘટના કારણભૂત છે. રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જે બન્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
હંમેશા સ્ટાઈલિશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી દિશા આ વખતે થોડી અસહજ જોવા મળી. દિશા પટની એરપોર્ટ પર બેગી જીન્સ અને ફુલ સ્લીવ ટોપમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેના લુકથી સ્પષ્ટ હતું કે તેઓ કોઈ મુસાફરી માટે તૈયાર હતી.
પરંતુ જ્યારે તે એન્ટ્રી ગેટ પર પહોંચી, ત્યારે તેને અંદર જતાં રોકવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, એવું લાગે છે કે આ એક્ટ્રેસ પોતાનો પાસપોર્ટ લાવવાનું ભૂલી ગઈ હતી.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દિશા એરપોર્ટ તરફ જતી જોવા મળે છે. પરંતુ થોડી જ પળોમાં તેઓ નિરાશ ચહેરા સાથે પોતાની કાર તરફ પાછી ફરતી જોવા મળે છે. જ્યારે એક ફોટોગ્રાફરે તેને પૂછ્યું- ‘શુ થયું?’ , તો દિશાએ હસતાં હસતાં ફક્ત એટલું જ કહ્યું, “કંઈ નહીં”, અને પોતાની સીટ પર જઈને બેસી ગયા.