Entertainment

આમિર ખાનના બિલ્ડિંગનું રિનોવેશન થવાનું હોવાથી તેઓ થોડા સમય માટે બીજે રહેવા જશે

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે, જેથી હવે આમિરે આ ઘર ખાલી કરવું પડશે.

જાેકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે. આમિર હાલ જ્યાં રહે છે તે બિલ્ડિંગ તોડી પાડી ત્યાં ચાર કે પાંચ બીએચકેના સી ફેસિંગ ફલેટ્સ બનશે.