Entertainment

સમુદ્રી કિનારાના નિયમો તોડ્યાની ફરિયાદ ઊઠી હતી; અધિકારીઓએ મન્નતમાં તપાસ હાથ ધરી

શુક્રવારે મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલા શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની તપાસ કરવામાં આવી હતું. આ કાર્યવાહી વન વિભાગ અને બીએમસીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કાર્યવાહીનું કારણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ હતી. શાહરુખ ખાનનો આ બંગલો દરિયા કિનારે છે.

નોંધનીય છે કે, મન્નત એક હેરિટેજ પ્રોપર્ટી છે. તેમાં એક મુખ્ય બંગલો અને તેની પાછળ એક બહુમાળી એનેક્સ બિલ્ડિંગ છે. હાલમાં, એનેક્સ બિલ્ડિંગમાં બે વધારાના માળનું બાંધકામ ચાલી રહ્યું છે.

શાહરુખ અને તેનો પરિવાર હાલમાં નજીકમાં કોઈ અન્ય જગ્યાએ રહી રહ્યો છે. ટીમ સ્થળ પર સ્ટાફને મળી. સ્ટાફે અધિકારીઓને જણાવ્યું કે બધી મંજૂરીઓ અગાઉ લેવામાં આવી છે. દસ્તાવેજો પણ ટૂંક સમયમાં સબમિટ કરવામાં આવશે.

દરમિયાન, શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ કહ્યું કે કોઈ ફરિયાદ નથી. તેમણે જણાવ્યું કે બાંધકામ નિર્ધારિત ગાઇડલાઈન મુજબ ચાલી રહ્યું છે.

વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. હવે આ આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તે જ સમયે, બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ વન વિભાગની વિનંતી પર ત્યાં ગયા હતા. તેમની બીજી કોઈ ભૂમિકા નહોતી.