બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ઇમરાન હાશ્મીના કેરેક્ટરના લોકો અત્યારથી જ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૦૧ની સત્ય ઘટના પર આધારિત છે.
કમાન તેજસ દેઓસ્કરના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇમરાનના ફેંસ એમને કમાંડોના રોલમાં જાેઇને બહુ ખુશ દેખાઈ રહ્યા છે. તેની સાથે આ ફિલ્મના ડાયલોગ્સ પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. આ ફિલ્મ રિતેશ સીદ્ધવાની અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. મુકેશ તિવારી, લલિત પ્રભાકર, રોકી રૈના, સાઈ તામ્હણકર, ઝોયા હુસૈન જેવા બીજા ઘણા એક્ટર્સ આ ફિલ્મમાં જાેવા મળશે. ફિલ્મ રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ ૨૫ એપ્રિલ, ૨૦૨૫ માં સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
‘ગ્રાઉન્ડ ઝીરો‘ ફિલ્મ વર્ષ ૨૦૦૧ની સત્યા ઘટના પર આધારિત છે,જયારે આતંકી હુમલામાં કાશ્મીરમા ૭૦ જવાનો શહીદ થયા હતા. એક્સેલ મૂવીઝએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ડાયલોગ લખતા શેર કર્યું ટ્રેલર. પોસ્ટના કેપ્શનમાં લખ્યુ, ‘અબ પહેરેદારી બોહોત હુઈ,અબ હોગા પ્રહાર‘ . આ ડાયલોગ ઇમરાન હાશ્મીના કેરેક્ટરનો છે. ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મમાં ઘણા જબરદસ્ત ડાયલોગ્સ સામેલ છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. ઘણા લોકોને ટ્રેલરથી જ ફિલ્મ સુપરહિટ બ્લોક્બસ્ટર થશે એવું લાગે છે.