Entertainment

પીયૂષ મિશ્રાએ રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

એક્ટર પીયૂષ મિશ્રાએ તાજેતરમાં રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે રણબીર એવા બાકીના એક્ટર્સથી અલગ છે, જેમની સાથે તેમણે કામ કર્યું છે.

‘ધ લલ્લનટોપ’ સાથેની વાતચીતમાં જ્યારે પીયૂષ મિશ્રાને રણબીર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- “અરે રહેવા દો યાર, તે તો કમાલનો માણસ છે. આટલો નગ્ન, બેશરમ વ્યક્તિ મેં આજ સુધી જોયો નથી. ખૂબ મોટો એક્ટર છે.”

તેણે કહ્યું કે રણબીર ઉપર તેમના પિતા, દાદા અને પરદાદા એટલે કે પૃથ્વીરાજ કપૂર સુધીની લાંબી ફિલ્મી વિરાસત છે, પરંતુ તેની તેના પર બિલકુલ અસર નથી. તે 1% પણ વારસાનો બોજ લઈને ચાલતો નથી. પોતાનું કામ કરે છે અને કામ પૂરું થતાં જ એકદમ બિન્દાસ થઈ જાય છે.