સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં અભિનેત્રી શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
દિગ્દર્શક પ્રશાંત નીલને ફિલ્મની સ્ટોરીમાં જ્યાં મુખ્ય ટ્વિસ્ટ આવતો હોય ત્યાં એક આઈટીમ સોંગ માટે જાણીતા ચહેરાની ઘણા સમયથી તલાશ હતી. આખરે તેણે શ્રુતિ હાસન પર પસંદગી ઉતારી છે.
એનટીઆર ૩૧ એવું હંગામી ટાઈટલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ મેંગ્લોરમાં ઓલરેડી શરુ થઈ ચૂક્યું છે.
સુપરસ્ટાર જુનિયર એનટીઆરની કારકિર્દી માટે આ ફિલ્મ બહુ મહત્વની છે. તેની છેલ્લી ફિલ્મ ‘દેવરા‘ ફલોપ ગઈ હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર તેની કો સ્ટાર હતી. ‘દેવરા‘ ફલોપ ગયા બાદ તેની કારકિર્દી હાલકડોલક થઈ ગઈ છે. આથી તેણે પ્રશાંત નીલ જેવા સર્જકની ફિલ્મ પસંદ કરી છે.