ફિલ્મના સેટ પર છત ધસી પડતાં અર્જુન કપૂર, કેમેરામેન સહિતના કલાકારો ઘાયલ થયા
ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના શૂટિંગ વખતે સેટની છત તૂટી પડતાં અર્જુન કપૂર, જેકી ભગનાની અને દિગ્દર્શક મુદસ્સર અજીજ તેમજ અન્યો ઘાયલ થયા છે. ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું છે અને વિજય ગાંગુલીની કોણી અને માથામાં ઇજા થઇ છે. કેમેરા અટેન્ડન્ટની કરોડરર્જુમાં માર લાગ્યો છે.
મુંબઈના ગોરેગાંવ વિસ્તારના ઇમ્પિરિયલ પેલેસમાં ફિલ્મનું શૂટિંગ ચાલુ રહ્યુ હતું ત્યારે આ અકસ્માત થયો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પોલઇઝના અશોક દુબેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે,સાઉન્ડની ધ્રુજારીના કારણે આ છત તૂટી પડી હોવાની સંભાવના છે. જાેકે, તેમણે જણાવ્યું હતું કે તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સામાન્ય ઈજા સાથે ઉગરી ગયા છે.

