શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ ૨૦૧૩માં રજૂ થયેલી ‘મુંબઈ મીરર’ની રીમેક હોવાની અટકળો છે. ફિલ્મનું ટીઝર જાેયા પછી બંને ફિલ્મો વચ્ચે બહુ સામ્યતા હોવાનું દર્શકોએ પકડી પાડયું છે. શરૂઆતમાં ચર્ચા હતી કે, ‘દેવા’ ફિલ્મ ૨૦૧૩ની મલયાલમ થ્રિલર ફિલ્મ ‘મુંબઇ પોલીસ’ની રીમેક હોઇ શકે છે.
પરંતુ હાલના ટીઝર પરથી સ્પષ્ટ થયું છે કે શાહિદ કપૂરની ‘દેવા’ને આ મલયાલમ ફિલ્મ સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, આ ફિલ્મ સચિન જાેશીની ૨૦૧૩ની ફિલ્મ ‘મુંબઈ મીરર’ સાથે બહુ સામ્ય ધરાવે છે. બન્ને ફિલ્મો મુંબઇનું બેકગ્રાઉન્ડ ધરાવે છે.ફિલ્મનો મુખ્ય અભિનેતા પોલીસની ભૂમિકામાં છે તેમજ તે પોલીસના નિયમોને તોડનારો વિદ્રોહી પોલીસ છે.
એટલું જ નહીં દેવામાં શાહિદ કપૂરનો લુક, ગોગલ્સ અને તેની અદા ‘મુંબઇ મીર’રના સચિન જાેશી સાથે ઘણી મળતી રહી છે. ૨૦૧૩ની મુંબઇ મિરરમાં પણ સચીન જાેશીએે એક ગંભીર, ગુસ્સાવાળા પોલીસની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રકાશ રાજ અને આદિત્ય પંચોલી સહિતના કલાકારો હતા. જાેકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહોતી.