Goa

વહેલી સવારે જ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું, બપોર સુધીમાં 40 ડિગ્રી થવાની શક્યતા

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. સવારના સમયે તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

સોમવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. રવિવારે લઘુતમ તાપમાન 30 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું.

મે મહિનામાં કમોસમી વરસાદ બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. છેલ્લા દસ દિવસથી દિવસ અને રાત્રિના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટની આગાહી કરી છે. વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.

આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદની શક્યતા છે.

ઉકળાટભર્યા વાતાવરણની અસર લોકોના રોજિંદા જીવન પર જોવા મળી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે વરસાદની આશા રાખી રહ્યા છે.