નડિયાદ શહેરમાં મનપામાં દ્વારા કાંસ ઉપર એક મહિના પહેલા મારવામાં આવેલી ફેન્સિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જેમાં મનપા દ્વારા થોડા મહિના અગાઉ જ આ ફેન્સીંગ મારી હતી. પરંતુ સાચવણીના અભાવે ફેન્સીંગ તૂટી જતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
નડિયાદ મનપા દ્વારા થોડા મહિના અગાઉ જ પ્રિમોન્સૂનની કામગીરીને લઈ નડિયાદ શહેરની કાંસોની સાફ-સફાઈ કરાઈ હતી. જે બાદ મનપા દ્વારા કાંસની ફરતે સુરક્ષાને ધ્યાનમાં રાખી ફેન્સીંગ કરવામાં આવી હતી.
પરંતુ મનપા પાસે કાંસ ઉપર મારવામાં આવેલ ફેન્સીંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જેમાં આ મહાનગર પાલિકાની પાછળના વિસ્તારમાં જ મારી છે. જેમાં આ માર્ગ પર થી મહાનગર પાલિકાના સતાધીશો દિવસ દરમિયાન અનેક વાર અવર જવર કરતા હોય છે. તેમ છતાં પણ તૂટેલી ફેન્સીંગને સરખી કરવાની કામગીરી કરવામાં આવી રહી નથી.

