Gujarat

સુત્રાપાડામાં 2 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ વરસાદ; ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુત્રાપાડામાં માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર વિસ્તારમાં 1.5 ઈંચ અને ઉના વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

વહેલી સવારથી જ મેઘાવી વાતાવરણ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. સોમનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજાએ સોમનાથ મહાદેવનો જળાભિષેક કર્યો છે.

જોકે, ખેડૂતોની ચિંતા હજુ યથાવત છે. તેમની માટે હાલનો વરસાદ અપૂરતો છે. ખેતીની સીઝન માટે વધુ વરસાદની જરૂર છે. આથી ખેડૂતો મેઘરાજા મનમૂકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદથી ધરતીપુત્રોમાં આશાનું કિરણ જાગ્યું છે.