ગુજરાત સહિત ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પેમેન્ટનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે શાકભાજીની લારીથી માંડી મોલ સુધી ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન ઉપલબ્ધ થયા છે. તો બીજી તરફ હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા નાના નાના વેપારીઓને ઠગ ટોળકીએ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે એક ટોળકીને ઝડપી પાડી છે. જેઓ વેપારીઓને Paytmનો સાઉન્ડ ચાર્જ એક રૂપિયો કરી આપવાનું કહીં છેતરપિંડી કરતા હતા. ટોળકીનો માસ્ટર માઈન્ડ માત્ર 10 પાસ છે.
જેને અત્યાર સુધીમાં એક જ મોડસ ઓપરેન્ડીથી 500 વેપારીઓને ફસાવી 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓની ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી Paytmનો સાઉન્ડ ચાર્જ એક રૂપિયો કરવાનું કહી છેતરપિંડી આચરતી ટોળકીના સભ્યો પોતાની ઓળખ Paytmના કર્મચારી તરીકેની આપી વેપારીઓનો સંપર્ક કરતા હતા.
ત્યારબાદ તેમના સાઉન્ડ બોક્સના ચાર્જ 1 રૂપિયો કરવાનો કહી તેમના પાસેથી પહેલા Paytmમાં એક રૂપિયો ટ્રાન્સફર કરાવતા હતા. વેપારી જ્યારે એક રૂપિયો ટ્રાન્સફર કરે ત્યારે પીન જાણી લેતા હતા. ત્યારબાદ મોબાઇલથી ડેબીટ કાર્ડ માટેની ઓનલાઇન રિક્વેસ્ટ નાખવાનું કહેતા.
જ્યારે સાત દિવસ બાદ ડેબીટ કાર્ડ આવે ત્યારે ફરીથી આ ઠગ દુકાને પહોંચી જતા હતા અને ડેબીટ કાર્ડ એક્ટિવ કરવા દુકાનદારનો મોબાઇલ લઇ બેંકની એપ્લીકેશ મારફતે પોતાના બે જુદા જુદા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી લેતા હતા.