જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ દારૂ અને જુગારની બદી નાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે. એલસીબીના પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે જોડીયા તાલુકામાં સફળ કાર્યવાહી કરી છે.
એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે જીરાગઢ ગામની સીમમાં ધાંગારીના રસ્તે આવેલી મગનભાઈ રાઠોડની વાડીએ દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને પકડી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી રોકડ રૂ.1,70,500, 11 મોબાઈલ ફોન કિંમત રૂ.65,000, સાત મોટરસાયકલ કિંમત રૂ.2.10 લાખ અને ગંજીપત્તાના પાના મળી કુલ રૂ.4,45,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
પકડાયેલા આરોપીઓમાં ભાવેશ સુરેશભાઈ વરૂ, ગૌરાંગ હેમરાજભાઈ રાઠોડ, કિશોર તરશીભાઈ ટાંક, દયાળજી પ્રેમજીભાઈ કાચા, અશોક કુંવરજીભાઈ ચોટલીયા, જયેશ પ્રભુલાલ વેગડ, બેચર દામજીભાઈ વરૂ, ભરત છગનભાઈ મનાણી, ભાવેશ પીતાંબરભાઈ ચોટલીયા અને મુકેશ વસંતભાઈ રામપરિયાનો સમાવેશ થાય છે.
તમામ આરોપીઓ જીરાગઢ ગામના રહેવાસી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કાસમભાઈ બ્લોચની ફરિયાદના આધારે એએસઆઈ દિલીપભાઈ તલાવડીયાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.