ઉના શહેરમાં મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10, 11 અને 12માં 70% થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.
90% થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
સમાજમાંથી નિપજેલા ત્રણ ડૉક્ટર્સ, એક એડવોકેટ અને એમ.કોમ., બી.એડ. તથા બી.સી.એ.ના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુલિસ્તા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. 100% પરિણામ લાવનાર શાળાને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતુું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઇસ્લામ ધર્મમાં શિક્ષણને આપવામાં આવેલા મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
વક્તાઓએ જણાવ્યું કે શિક્ષણ દ્વારા સામાજિક અને આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકાય છે.
દીકરીઓને ધાર્મિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણ આપવા માટે માતા-પિતાને આગળ આવવા અપીલ કરવામાં આવી.
વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વ્યક્તિત્વ વિકાસ પર પણ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી હતી.

