અમદાવાદના જગતપુર વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર અને ગાયત્રી પરિવાર પ્રજ્ઞા મંડળ રાણીપના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત 8 ફેબ્રુઆરીએ ભવ્ય શોભાયાત્રાથી થઈ હતી. ત્યાર બાદ 9 અને 10 ફેબ્રુઆરીએ હરિદ્વારથી પધારેલા વિદ્વાન પંડિતોના માર્ગદર્શનમાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક અનુષ્ઠાનનું સમાપન 11 ફેબ્રુઆરીએ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન સાથે થશે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગની કન્યાઓના લગ્ન કરાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોદરેજ ગાર્ડન સિટી નજીક, યશ ઈવાના ફ્લેટ પાસે આવેલા ગ્રીનલેન્ડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન દ્વારા ધાર્મિક અને સામાજિક ઉત્થાનનો સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

