ગીરસોમનાથના વેરાવળ નગરપાલિકા તંત્રે પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાની ટીમે શહેરની છ દુકાનોમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
આ અભિયાન દરમિયાન ૐ માર્કેટિંગ, એચ.કે.પ્લાસ્ટિક, નેશનલ એસેન્સ સ્ટોર અને લીલાશાહ પ્લાસ્ટિક સહિતની પેઢીઓમાંથી કુલ 1500 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.

ચીફ ઓફિસર પાર્થિવ પરમારના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા પ્લાસ્ટિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા તંત્ર આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રાખશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અટકાવવાનો છે.

