Gujarat

મેંદરડા : લોખંડી પુરુષ સરદાર પટેલ ની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા : લોખંડી પુરુષ સરદાર પટેલ ની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ

સામાજિક સંસ્થાઓ દરેક સમાજના રાજકીય બિન રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રની અખંડિતતા ના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે મેંદરડા તાલુકા માં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ

આઝાદ ભારતના અનેક રજવાડા ઓને એક કરી અખંડ ભારત માં ભેળવવા નો શ્રેય જેના શિરે જાય છે તેવા અખંડ ભારતના રચયિતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી ને દેશભર માં એકતા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે

ત્યારે સરદાર સાહેબ ની જન્મ જયંતી માં વંદે માતરમ સેવા સમિતિ, ખોડલ ધામ યુવા સમિતિ,સરદાર પટેલ સેવાદળ,ધરતી પુત્ર કિશાન ટ્રસ્ટ તેમજ મેંદરડા ના તમામ સમાજ ના જ્ઞાતી બંધુઓ દ્વારા સૌના સરદાર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી વીવીધ નારાઓ લગાવી સરદાર પટેલ જન્મ જયંતી રંગે ચંગે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું અને અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે ચાલુ વરસાદે પણ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ની ઉજવણી કરેલ હતી

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20251031-WA0051-4.jpg IMG-20251031-WA0052-3.jpg IMG-20251031-WA0053-2.jpg IMG-20251031-WA0054-1.jpg IMG-20251031-WA0050-0.jpg