Gujarat

ગાંધીગ્રામના મકાનમાંથી 2,142 વિદેશી દારૂની બોટલ અને ઈકો કાર સાથે 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢના સી ડિવિઝન પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. લીરબાઈ પરા ફાટક નજીક આવેલા રહેણાંક મકાનમાં ગુપ્ત બાતમીના આધારે રેડ કરવામાં આવી. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 2,142 બોટલો મળી આવી.

આ દારૂની કિંમત રૂ. 3,45,564 છે. સાથે એક મારુતિ ઈકો કાર પણ મળી આવી. કારની કિંમત રૂ. 3,50,000 છે. કુલ મળીને રૂ. 6,95,564નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપી કરણ સાંગાભાઈ ગરચર રબારી હજુ ફરાર છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા આઈ/સી એસપી ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

પીઆઈ વી.જે. સાવજની આગેવાનીમાં પોલીસ ટીમે આ સફળ રેડ પાડી. ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.જે. વાળા, કે.ડી. ઝણકાત, વી.ડી. ડોડીયા અને કોન્સ્ટેબલ દિલીપ ડાંગર, દિનેશ જીલડીયા, મનીષ હુંબલ, સંજય ચૌહાણ તથા આર.કે. હરીયાણી સામેલ હતા. પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ બનાવી છે.