Gujarat

22 વર્ષીય પૂજાબેન 2 વર્ષની દીકરી સાથે ઘરેથી નીકળ્યા બાદ મોબાઈલ સ્વિચ ઓફ, પોલીસે શોધખોળ શરૂ કરી

ધ્રોલમાં ગાયત્રી નગરમાં રહેતા દેવીપુજક પરિવારની 22 વર્ષીય પૂજાબેન રાઠોડ તેમની 2 વર્ષની પુત્રી નેન્સી સાથે ગુમ થયા છે. પરિવારજનોએ સ્થાનિક પોલીસ મથકે ગુમનોંધ નોંધાવી છે. પૂજાબેન લક્ષ્મણભાઈ રાઠોડ ગઈકાલે તેમની પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા.

ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે. પરિવારજનોએ આસપાસના ગામડાઓમાં તપાસ કરી હતી. તેમણે સગા-સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી, પરંતુ માતા-પુત્રીનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારજનોએ ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાડેજાએ ગુમનોંધ નોંધી માતા-પુત્રીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.