પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને યાત્રીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 22969/22970 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે આ ટ્રેન કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર રોકાશે.
ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 26 જુલાઈ, 2025થી ગોવિંદપુરી સ્ટેશન પર સવારે 3.25 વાગ્યે આવશે અને 3.30 વાગ્યે પ્રસ્થાન કરશે. બીજી તરફ, ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 31 જુલાઈ, 2025થી ગોવિંદપુરી સ્ટેશન પર સાંજે 7.20 વાગ્યે આવશે અને 7.25 વાગ્યે આગળ વધશે.
આ ફેરફાર આગામી સૂચના સુધી અમલમાં રહેશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.

