જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામજી જન્મોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં પ્રથમવાર પરશુરામ નાટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રંગનિષ્ઠા કલાવૃંદ ભુજના 27 ભૂદેવ કલાકારોએ નાટ્યોત્સવમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી. દર્શકોએ જય જય પરશુરામ અને હર હર મહાદેવના નારા સાથે કલાકારોની પ્રસ્તુતિને વધાવી લીધી હતી.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા 13 વ્યક્તિઓને પરશુરામ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાથે જ બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ અને ઘટકોને મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કેતન ભટ્ટ, જયદિપ રાવલ સહિત અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.



