Gujarat

શનિવારે મોડી રાત્રિ દરમિયાન જિલ્લામાં કડાકા ભડાકા સાથે 12 કલાકમાં 356 મીમી વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસાદ થયો હતો.

ત્યારબાદ આખી રાત કડાકા ભડાકા સાથે વરસાદ થતા રાત્રિના 8થી સવારના 8 કલાક સુધીમાં 356 મીમી વરસાદ થયો હતો.

જેમાં થાનમાં એક યુવાનનું અને 13 પશુના જ્યારે મૂળીમાં 3 પશુના વીજળી પડતાં મોત થયા હતા.

ચોટીલામાં અમુક વિસ્તારોમાં 10 કલાક વીજપુરવઠો બંધ

ચોટીલામાં થોડો વરસાદ પડતા વીજળી ગુલ થઈ ગઈ હતી. ત્યારબાદ મોડી રાત્રિના અમુક વિસ્તારમાં 10 કલાક સુધી વીજળી પુરવઠા વિના રહેવું પડ્યું હતું.

વીજ પુરવઠા વિના લોકોની પરિસ્થિતિ કફોડી બની હતી. જ્યારે લો વોલ્ટેજના કારણે વીજળી ઉપકરણોમાં નુકસાન આવ્યું હતું.