આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ, ગોધરા ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ એડવાન્સ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનીંગ યોજના હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.
રિન્યુએબલ એનર્જી એંન્જિનિયરિંગ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું.
કોલેજના આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષ ડૉ. આર. સુબ્બૈયાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
વિભાગીય વડા ડૉ. ડી.કે. વ્યાસે ખેડૂતોને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોનો ખેતીમાં ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
તેમણે બાયૉગૅસ ટેક્નોલોજીની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોને ઘરમાં પ્રકાશ, સિંચાઇ અને નાના ઉદ્યોગો માટે બાયોગેસના ઉપયોગ વિશે સમજાવ્યું.
કાર્યક્રમમાં 40 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમને રિન્યુએબલ એનર્જી એંન્જિનિયરિંગ વિભાગની એક્સપોઝર મુલાકાત પણ કરાવવામાં આવી.