Gujarat

વાડી વિસ્તારમાં ગોઠવેલા પાંજરામાં 5-6 વર્ષનો દીપડો પકડાયો, એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામની વાડી વિસ્તારમાંથી એક દીપડો પકડાયો છે. સ્થાનિક ખેડૂતોએ વારંવાર દીપડાના સગડ જોવા મળતા હોવાની જાણ વન વિભાગને કરી હતી.

વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા.

ખેડૂત કાળાભાઈ ઓઘડભાઈ બાંભણિયાની વાડીમાં વહેલી સવારે આ દીપડો પાંજરામાં પકડાયો હતો.

વન વિભાગે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારમાં પાંજરા મૂકીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી.

અંદાજે 5થી 6 વર્ષની ઉંમરનો આ દીપડો પકડાયા બાદ તેને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક રહીશોએ દીપડાને પકડવા બદલ વન વિભાગનો આભાર માન્યો છે. આ વિસ્તારમાં વારંવાર સિંહ અને દીપડા શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોવાનું જાણવા મળ્યું છે.