ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ખેડા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રુચિ વધારવા માટે ઉનાળુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના માર્ગદર્શન હેઠળ આ શિબિર એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલ, ખેડા ખાતે યોજાયો હતો. 15 મે થી 27 મે સુધી ચાલેલા આ શિબિરમાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શિબિરમાં વિદ્યાર્થીઓ માટે અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાયન્સ મોડેલ ડેમોસ્ટ્રેશન, ક્રિએટિવ લર્નીગ વર્કશોપ અને ઓરીગામી વર્કશોપનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને DIY પ્રોજેક્ટ્સ બનાવ્યાં હતા.

રસાયણશાસ્ત્રના પ્રયોગો અને ડિજીટલ માઇક્રોસ્કોપથી સૂક્ષ્મ અવલોકન જેવી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
ગણિતીય પઝલ્સ, મોડલ મેકિંગ અને ચાર્ટ તૈયાર કરવા જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો હતો.
કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.












