Gujarat

રાણપુરમાં નાણબાપુના મેલડી માતાજીના મંદિરે 51 કુંડી મહાયજ્ઞ યોજાયો..

રાણપુરમાં નાણબાપુના મેલડી માતાજીના મંદિરે 51 કુંડી મહાયજ્ઞ યોજાયો..

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં નદી કાંઠે આવેલ નાણબાપુના મેલડીમાના મંદિરે 51 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતોના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. લિંબડી ત્રણ રસ્તાથી સંતોનું વાજતે-ગાજતે ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું અને કુંભારવાડામાં નાણબાપુના મેલડીમાના મંદિરે આ સામૈયું પહોંચ્યું હતું જ્યાં સંતો નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામબાપુ, દુધઈ જગ્યાના મહંત રામબાલકદાસ બાપુ સહિતના અનેક સંતો મહંતો આ પ્રસંગે હાજર રહ્યા હતા.રાત્રે ભવ્ય રમેલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં જે.કે.ટીંબા,વિહાભાઈ રબારી સહિતના કલાકારોએ રમેલ અને માતાજીના ગુણગાન ગાયા હતા. જ્યારે 51 કુંડી મહાયજ્ઞના પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણોને દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતી આપવામાં આવી હતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન નાણબાપુના મેલડીમાના ભુવા ધનાભુવા તેમજ સેવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે 51 કુંડી યજ્ઞ પ્રસંગે સાક્ષાત મેલડી માતાજી નાંગણી સ્વરૂપે પધાર્યા હતા.અને લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

તસવીર:વિપુલ લુહાર, રાણપુર

IMG-20250328-WA0062-2.jpg IMG-20250328-WA0063-0.jpg IMG-20250328-WA0064-1.jpg