ભારતીબેન.ગુણવંતભાઈ.ગોપાણીના જન્મદિવસ ની ખુશાલીમાં 51000/ (એકાવનહજાર) અબોલ પશુઓનાં ઘાસચારા માટે તેમજ બાબરકોટ તથા દરબારગઢ સ્કૂલ નાં બાળકો ને બટુક ભોજન
આજરોજ પ્રેરક પરિવાર તા.4/1/2025 શનિવાર પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ઉત્સાહી મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતભાઈ ગોપાણીના ધર્મપત્ની જેમના હૃદય માં અપાર કરૂણા વસેલી એવા વાત્સલ્યમૂર્તિ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણીના જન્મદિવસ ની ખુશાલીમાં 51000/ (એકાવનહજાર) અબોલ પશુઓનાં ઘાસચારા માટે તેમજ બાબરકોટ તથા દરબારગઢ સ્કૂલ નાં બાળકો ને ડ્રાયફ્રુટ ગુંદરપાક સેવ મમરી ચણા તથા મરચા નું બટુક ભોજન કરાવવા આવેલ છે.હ: અંજલીબેન.જીગ્નેશભાઈ. ગોપાણી. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ તેમજ સેવાભાવી કાર્યકરો શ્રીભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી ને હૃદયપૂર્વક જીવદયા બદલ ખુબ ખુબ અનુમોદના વ્યક્ત કરે છે.એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.
અહેવાલ કનુભાઈ ખાચર





