Gujarat

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૫૫.જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત ૫૧૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ ગીરજાબેન ભટ્ટ હસ્તે શ્રી ઇન્દાબેન ભટ્ટના સહયોગથી તથા ૫૧૯ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી સ્વ. ચંદ્રિકાબેન તનસુખરાય ભટ્ટના સ્મરણાર્થે શ્રી પૂર્ણિમાબેન તનસુખરાય ભટ્ટ તરફ થી તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી
તથા શિવાનંદ આઈ હોસ્પિટલ ના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં દર્દીઓની આ તપાસ ડોક્ટર શ્રી શાન્તનુભાઈ ગુલાટી ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામને પરિસરમાં ડો.મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ ૧૫ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૭ સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરો એ સેવા આપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250926-WA0116-1.jpg IMG-20250926-WA0115-0.jpg