Gujarat

601 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 7 કોચ દ્વારા બેટિંગ-બોલિંગની તાલીમ

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા નડિયાદમાં 21 દિવસનો ક્રિકેટ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પમાં અંડર-14 વયજૂથના બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે.

કેમ્પમાં 601 તાલીમાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી દરરોજ 575થી વધુ બાળકો તાલીમમાં હાજરી આપે છે.

5 એપ્રિલથી શરૂ થયેલો આ કેમ્પ 25 મે સુધી ચાલશે. સાત નિષ્ણાત કોચ દરરોજ સવારે બે કલાક તાલીમ આપે છે.

તાલીમાર્થીઓને અલગ-અલગ જૂથમાં વહેંચી વિકેટકીપિંગ, બોલિંગ, બેટિંગ અને થ્રોની તાલીમ આપવામાં આવે છે.

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન 2017થી દર વેકેશનમાં આ પ્રકારનો કેમ્પ યોજે છે.

એસોસિયેશનના પ્રમુખ મનિષ દેસાઈ, ખજાનચી પ્રિતેશ પટેલ અને સેક્રેટરી ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન થયું છે.

કેમ્પના અંતે દરેક તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે. એસોસિયેશનના પ્રમુખ મનિષ દેસાઈએ જણાવ્યું કે, બાળકોમાં શિસ્ત અને કસરતની ટેવ કેળવાય તે આ કેમ્પનો મુખ્ય હેતુ છે.

આ તાલીમથી બાળકો જિલ્લા અને રાજ્ય કક્ષાની ટીમમાં સ્થાન મેળવી ક્રિકેટમાં કારકિર્દી બનાવી શકશે.