Gujarat

ભાવનગર શહેરમાં 12 વર્ષના બાળક સહિત 7 નવા કેસ, 19 એક્ટિવ કેસ

ભાવનગર શહેરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. આજે નવા 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 13 કેસ નોંધાયા છે. નવા કેસમાં સરદારનગર વિસ્તારના 56 વર્ષીય પુરુષ, વિજયરાજનગરના 85 વર્ષીય પુરુષ અને ડોક્ટર કોટરની 20 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. મહિલાની રાજકોટની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

કળિયાબીડ વિસ્તારના 22 વર્ષીય યુવક ગાંધીનગરથી આવ્યા હતા. નારી ગામના 33 વર્ષીય પુરુષ, સરદારનગરની 64 વર્ષીય મહિલા અને કળિયાબીડના 12 વર્ષના બાળકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ફુલસર વિસ્તારના 28 વર્ષીય એક પુરુષ કોરોનામુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તાલુકામાં કોઈ નવો કેસ નોંધાયો નથી. હાલમાં શહેરમાં 19 એક્ટિવ કેસ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ એક્ટિવ કેસ નથી.