તાલાલા વેરાવળ રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે.
સાત વર્ષના બાળક મનન પરસોતમભાઈ ગોહિલનું ટેમ્પોની અડફેટે આવવાથી મોત નિપજ્યું છે.
ઘટના સમયે મનન રોડની નજીક ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધો હતો.
ગંભીર ઈજાઓ પામેલા બાળકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મનનનું દુःખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં તાલાલા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બોલ લેવા રોડ પર ગયેલા બાળકને ટ્રકે ઉડાડ્યો
તાલાલા બસ સ્ટેન્ડ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા પરસોત્તમભાઈ ગોહિલને બે જુડવા પુત્ર છે.
બન્ને ભાઈઓ બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે બોલથી રમતા હતા ત્યારે, બોલ બસ સ્ટેન્ડના ગેટ બહાર જતાં મનન (ઉં.વ.7) દોડીને બોલ લેવા રોડ પર ગયો હતો.
જ્યાં તાલાલાથી ધુસીયા ગામ તરફ જતાં મિનિ ટ્રક (જી.જે 32 ટી 8574)ના ચાલકે બાળકને અડફેટે લીધો હતો. જેને કારણે બાળક ફંગોળાઈ ગયો હતો.
બાળકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ટૂંકી સારવાર બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.


