Gujarat

ભાણવડમાં સગીરને બાઈક આપનાર સામે ગુનો, હદપાર શખસની ધરપકડ, 7 માછીમાર સામે કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદાના ઉલ્લંઘન સામે પોલીસે વિવિધ કાર્યવાહી કરી છે. ભાણવડમાં પોલીસે ત્રણ પાટિયા પાસેથી સગીર વયના બાઈક ચાલકને ઝડપ્યો હતો. આ બાઈકના માલિક હિતેશભાઈ સિંગરખીયા (24) સામે સગીરને વાહન આપવા બદલ એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાંથી હદપાર કરાયેલા પ્રવીણ વસંતભાઈ રાઠોડ (42)ને પોલીસે પકડી પાડ્યો છે. એસડીએમના હુકમનો અનાદર કરી તે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યો હતો.

માછીમારી કાયદાના ઉલ્લંઘન મામલે સલાયા ગામના પાંચ માછીમારો સામે ફિશિંગ ટોકન અને હવામાન જાણકારીના હોકાયંત્રના અભાવ બદલ ગુનો નોંધાયો છે.

ઓખામાં એક માછીમાર નિર્ધારિત રિટર્ન સેન્ટર પોરબંદરને બદલે ઓખા ખાતે પરત આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે નવસારીના જલાલપુર ગામના પ્રવીણ ટંડેલ (40) જૂના ટોકનથી માછીમારી કરતા પકડાયા હતા.