Gujarat

રાજકોટ અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ચોરી કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ચોરી કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૧૮/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે અન્વયે તા-૧૭/૩/૨૦૨૫ ના રોજ એકટીવા ચોરી થયેલ હોવાની ફરીયાદી રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જાણ કરતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે BNS એક્ટ કલમ-૩૦૩(૨) મુજબનો એકટીવા ચોરીનો ગુન્હો દાખલ કરવામા આવેલ હોય. ગુન્હાને ડીટેકટ કરી આરોપીને પકડી લેવા P.I આર.જી.બારોટ નાઓની સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના PSI કે.એમ.વડનગરા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્રારા એકટીવા ચોરી કરનાર ઇસમને હ્યુમન સોર્સીસ આઘારે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના સાગરભાઈ માવદીયા તથા કલ્પેશભાઈ બોરીચા નાઓની સંયુકત હકીકત આધારે બેડીનાકા ટાવર પાસેથી એક ઇસમને ચોરીમા ગયેલ એકટીવા રજી.નં-GJ-03-LQ-2333 વાળા સાથે પકડી પાસે રહેલ એકટીવા બાબતે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા આ ઉપરોક્ત એકટીવા પોતે ગઈ તા-૧૪/૩/૨૦૨૫ ના રોજ સવારના ૧૧ વાગ્યાની આસપાસ ઢેબર રોડ RMC ઓફીસની સામે ભારમલ બ્રધર્સ દુકાન પાસેથી એકટીવાની ચોરી કરી હોવાની કબુલાત આપતા એકટીવાની કિ.રૂ.૬૦,૦૦૦ ગણી કબ્જે કરી ઈસમ વિરૂધ્ધમા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કમલ ઉર્ફે કમલેશ રામભાઈ પુંજારા ઉ.૨૩ રહે.સાઈઝ ઝીરો કાફે વાજડી ગામ પાસે કાલાવાડ રોડ રાજકોટ. એ.ડીવીઝન પો.સ્ટે. BNS એકટ સને-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250318-WA0039.jpg