રાજકોટ-સુરેન્દ્રનગર સીટીના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને નામદાર કોર્ટ માંથી સજા પડેલા હોય અને આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે બી.વી.બોરીસાગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના ધારાભાઇ ગઢવી તથા મહેશભાઇ ચાવડા તથા કલ્પેશભાઇ બોરીયા નાઓને ખાનગી રાહે સંયુકત હકીકત મળેલ કે સુરેન્દ્રનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન B.N.S. કલમ-૭૮(૧) (ii), ૨૪૮(a), ૩૩૬(4), ૩૦૮(2), ૩૦૮(5), ૩૪૦(2), ૨૨૧, ૫૪ મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો પકડવાનો બાકી આરોપી ઋતુરાજભાઈ લાલજીભાઇ આલ રહે.ચોકડી તા.ચુડા જિ.સુરેન્દ્રનગર રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક પાસે ઉભેલ છે તેવી હકીકત મળતા ઇસમને પકડી પાડેલ અને સુરેન્દ્રનગર SOG બ્રાંચ ને સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


