રાજકોટ CEIR પોર્ટલ તથા હ્યુમન સોર્સીસના મદદથી મોબાઇલ ફોન સાથે એક ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૧૯/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હાઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી લેવા અમો P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્રારા અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના સાગરભાઈ દામજીભાઈ માવદીયા તથા ધારાભાઇ ગઢવી નાઓની સંયુકત હકીકત આધારે ત્રીકોણબાગ પાસેથી એક ઇસમને શંકાસ્પદ સ્માર્ટ મોબાઇલ ફોન સાથે પકડી ઇસમ પાસે રહેલ મોબાઇલ ફોનનુ બીલ કે આઘાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મોબાઇલ ફોન યાજ્ઞીક રોડ ઉપરથી આશરે બે દીવસ પહેલા ચોરી કરેલ હોવાનુ જણાવતો હોય જેથી મોબાઇલ ફોનના IMEI નંબર CEIR પોર્ટલમાં ચેક કરતા રાજકોટ શહેર એ.ડિવીઝન પોલીસ સ્ટેશન B.N.S.૭.૩૦૫(એ), ૩૩૨(સી) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ચોરીના અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. ગોવીદભાઈ મગનભાઈ ચારોલીયા જાતે-દે.પુ. ઉ.૨૭ રહે,જીલ્લા પંચાયત ચોક મગનલાલ હોટેલની પાછળ રાજકોટ. ઓપો કંપનીનો A-58 જેના IMEI નંબર-862892060198972 વાળો જેની કીમત આશરે રૂ.૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


