Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે એક ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે એક ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૧૯/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી લેવા P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્વારા અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના સાગરભાઈ માવદીયા તથા PC ધર્મેશભાઇ ખાંડેખા નાઓની સંયુકત હકીકત આધારે આલાભાઈના ભઠ્ઠા પાસેથી એક શંકસ્પદ ઇસમને પકડી મજકુર પાસે રહેલ થેલીમાથી અલગ-અલગ કંપની ના 4 મોબાઇલ ફોન મળી આવેલ હોય જે અંગે ઇસમની પુછપરછ કરી બીલ માંગતા તેની પાસે બીલ ન હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને ઇસમ પાસે રહેલ મોબાઇલ ફોન પોતે છળકપટ કે ચોરીથી મેળવેલ હોવાનું જણાતા મુજબનો મુદ્દામાલ B.N.S.S.૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી તેમજ ઇસમને B.N.S.S.૨૦૨૩ ની કલમ-૩૫(૧)(ઇ) મુજબ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એજાજભાઇ હસનભાઈ લીંગડીયા (ગામેતી) જાતે-મુસ્લીમ ઉ.૨૨ રહે,ઇંન્દીરા સર્કલ પાસે રાજકોટ મૂળ રહે,જુનાગઢ દાતાર રોડ ઉપર ગેસના ગોડાઉનની પાછળ જુનાગઢ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250720-WA0015.jpg