Gujarat

રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૨૬/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી લેવા બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્વારા અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના મહેશભાઇ ચાવડા તથા કલ્પેશભાઇ બોરીયા નાઓની સંયુકત હકીકત આધારે વિરાણી ચોક નજીક લક્ષ્મીનગર નાલા પાસે રોડ ઉપર શંકાસ્પદ ઇસમ જોવામાં આવતા તેને પકડી તેની પાસે રહેલ થેલીમાં જોતા AC ના કોપરની પાઇપ તથા બળેલ વાયર ભરેલી કોથળી મળી આવેલ હોય જે અંગે મજકૂર ઇસમની પાસે રહેલ કોપરની પાઇપ તથા બળેલ વાયર બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા કોપરની પાઇપ પોતે થોડા સમય પહેલા વીરાણી ચોક કમિશનર બંગલોની પાસે આવેલ પંજાબ નેશનલ બેંક માંથી તેની બહાર આવેલ AC માંથી તોડીને ચોરી કરેલ હોવાનું જણાવતા બાબતે ઈ-ગુજકોપ ડેટામાં ચેક કરતા રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે. B.N.S. કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ચોરીના અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) અજયભાઇ રમેશભાઇ માણીયા (સોંલકી) જાતે.દેવીપુજક ઉ.૨૨ રહે.લક્ષ્મીનગર પુલ પાસે ચંદ્રેશભાઇની દુકાનની સામે ફુટપાળી ઉપર રાજકોટ મુળ રહે,સતર મીયાણા જી.મોરબી. કોપરની પાઇપ તથા બળેલા તાંબાના વાયર આશરે ચારેક કીલો જેટલા જેની આશરે કીમત રૂપીયા ૮,૦૦૦ નો કબ્જે કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250626-WA0070.jpg