રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સાથે ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૨૦/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી લેવા, P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના PSI એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્વારા અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કનુભાઇ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા ધર્મેશભાઇ ખાંડેખા નાઓની સંયુકત હકીકત આધારે મનહરપરા મેઇન રોડ પાસે એક ઇસમ શંકાસ્પદ જોવામા આવતા તેને પકડી પાસે રહેલ પ્લાસ્ટીકની થેલીમાં જોતા સોના-ચાંદીના દાગીના મળી આવેલ હોય જે અંગે ઇસમની પુછપરછ કરી બીલ માંગતા તેની પાસે બીલ ન હોવાનુ જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી સોના-ચાંદીના દાગીના બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સોના-ચાંદીના દાગીના પોતે બે દિવસ પહેલા મનહર પ્લોટ શેરીનં.૧૩ મા બપોર ના સમયે એક મકાન માથી ચોરી કરેલ હોવાનુ જણાવતા બાબતે ઈ-ગુજકોપ ડેટામાં ચેક કરતા રાજકોટ શહેર એ.ડીવી.પો.સ્ટે. B.N.S કલમ-૩૦૫(ક), ૩૩૧(૩) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ અને ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. નિરવભાઇ વિજયભાઇ જરીયા ઉ.૨૫ રહે.મનહર પ્લોટ શેરીનં.૧૩ પાર્વતી નિવાસ મકાન રાજકોટ. સોનાના બુટીયા બે જોડી નંગ-૪ ફૂલ વજન આશરે ૧૦ ગ્રામ જેની ફૂલ કી.રૂ.૭૦,૦૦૦, ચાંદીના સાકળા એક જોડી નંગ-૨ વજન આશરે ૪૦ ગ્રામ કી.રૂ.૪,૫૦૦, ચાંદીનો જુડો નંગ-૧ વજન આશરે ૩૦ ગ્રામ કી.રૂ.૩,૫૦૦, ચાંદીની લક્કી નંગ-૧ વજન આશરે ૧૦ ગ્રામ કી.રૂ.૧૦૦૦ મળી ફૂલ મુદ્દામાલ કિ.રૂ.૭૯,૦૦૦ નો કબ્જે કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.