Gujarat

સાવરકુંડલાના ભુવા રોડ પર કડબ ભરેલ આયસર ગાડીમાં લાગી ભીષણ આગ

આગ ઓલવવા પાલિકાના ફાયર ફાઇટરની ટીમ ફાયર સાધનો સાથે બનાવના સ્થળે તત્કાલ પહોંચી આગને કાબુ કરાય
ગતરોજ લગભગ સાંજના સાત આસપાસના સમય અને રવિવારના હોલીડે માહોલમાં આગના બનાવની જાણ થતાં પાલિકાના સત્તાધીશો વિપક્ષો અને પોલીસ આગના બનાવ સ્થળે પહોંચી
આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર હેડ જયરાજભાઈ ખુમાણ,કૌશિકભાઈ બોરીસાગર,રવિભાઈ જેબલીયા ,પ્રદીપભાઈ ખુમાણ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને સાથે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવી સુંદર કામગીરી કરી હતી
બિપીન પાંધી. સાવરકુંડલા