Gujarat

વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા વીજળી પડતાં એક ઘરમાં આગ લાગી તેમજ પશુઓ મોતને ભેટ્યા

જિલ્લામાં શનિવારે આખી રાત વરસાદ થયો હતો. જેના કારણે રાત્રે 8થી રવિવારે સવારે 8 કલાક એમ 12 કલાકમાં 356 મીમી વરસાદ થયો હતો.

જેમાં ધ્રાંગધ્રા 19, દસાડા 74, લખતર 46, વઢવાણ 26, મૂળી, 40, ચોટીલા 36, સાયલા 26, ચુડા 5, લીંબડી 29, થાન 55 મીમી વરસાદ થયો હતો.

જ્યારે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ રહેવા સાથે દિવસની શરૂઆત થઇ હતી. પરંતુ સમી સાંજ સુધી ક્યાંય વરસાદ થયો ન હતો.

આમ એક દિવસ વરસાદ આખા જિલ્લામાં વરસ્યા બાદ એક દિવસ આખો વિરામ લીધો હતો.

નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

પાટડી અને હળવદમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા. થાનગઢમાં મકાન પર વિજળી પડતાં ઘરવખરી બળી અને પશુઓના મોત નિપજ્યા હતા. જ્યારે મેઘરાજાનું આગમન થતા ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.આગ લાગવાની પણ ઘટના બની