Gujarat

કામરેજ ગામે સિગ્નેટ મોલની નજીક આગ લાગતાં નાસભાગ મચી; ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ લીધો

કામરેજ ગામ ખાતે સિગ્નેટ મોલની નજીક CNG કારમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલી કામરેજ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈ એ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે સિગ્નેટ મોલની નજીક (Gj 05 rk 2669 નંબર)ની CNG કારમાં બોનેટના ભાગમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા કારચાલકે સમય સૂચકતા વાપરી કાર ઉભી રાખી દીધી હતી અને તેઓ થોડે દૂર ચાલ્યા ગયા હતા.

થોડીક જ ક્ષણોમાં કાર ભડભડ સળગી ઊઠી હતી. ઘટનાને પગલે આસપાસ વિસ્તારના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી નાખી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જોકે આગ કાબૂમાં ન આવતાં કામરેજ ફાયર વિભાગની ટીમને જાણ કરાઇ હતી.