સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં લસણના ભાવમાં રૂ.100થી વધુનો વધારો નોંધાયો છે. હાલ શાકભાજી માર્કેટમાં સૂકું લસણ રૂ. 500 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.
શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓ લીલા લસણના કારણે ચટકદાર બની જાય છે.
આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ વેચાય છે, પરંતુ લીલા લસણના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શાકભાજી માર્કેટમાં લીલા લસણના ભાવ સાતમા આસમાને છે અને રૂ. 600 પ્રતિ કિલો લીલું લસણ વેચાઈ રહ્યું છે.